તેથી આ પવિત્ર નામમાં ખૂબ શક્તિ છે, આપણે તેનો અંદાજ લગાવી શકતા નથી. તેથી આપણે પણ દરરોજ જપ કરવા માંગીએ છીએ અને આપણે ઈચ્છીએ છીએ કે એક યા બીજી રીતે લોકો જપ કરે. હું લોકોને દરરોજ ૧૦૮ વખત હરે કૃષ્ણનો જપ કરવા વિનંતી કરું છું. હું તેમને એક જપ કરવાનું મશીન આપું છું. તો પછી તેઓ જપ કરે છે અને જો તેમને પસંદ આવે છે તો તેઓ ૨ માળા, ૩ માળા જપ કરે છે. ત્યાર પછી હું તેમને પૂછું છું કે હવે તમે કેમ છો? ઓહ, આજે હું માત્ર ૪ માળાનો જપ કરું છું. હું કહું છું ઓહ! ૪ માળા! તે વર્ષે ૨૫ લાખ કૃષ્ણના નામ છે! તમે બહુ કરોડપતિ છો! તો પછી તેઓ કહે છે, હું ૮ માળાનો જપ કરીશ! તો બસ લોકોને ફક્ત માળા કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, આખરે તેઓ ૧૬ માળા સુધી પહોંચી જશે.
તો આ રીતે, પાંચ દિવસથી અમે આ કીર્તન મેળાને સાંભળી રહ્યા છીએ અને હરે કૃષ્ણનો જપ કરી રહ્યા છીએ. તેથી આ શુદ્ધ કરવાનું છે. તો અહીં ભગવાન ચૈતન્યના ધામમાં કરવામાં આવતા આ જપ સમગ્ર વિશ્વને શુદ્ધ કરે છે.
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૫ માર્ચ ૨૦૧૯
શ્રીધામ માયાપુર, ભારત