શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ માટે

ગુરુ મહારાજ વ્યક્તિગત રીતે આપણને આશીર્વાદ આપવા માટે ઓનલાઇન વિડિઓ કોન્ફરન્સમાં જોડાશે!

૧૦મી જૂનના રોજ, પુરુષોતમ અધિક મહિનાના છેલ્લા રવિવારે થઈ રહ્યો છે, જે સદભાગ્યે એકાદશીનો દિવસ છે.

શ્રીપાદ મહાવરાહ પ્રભુ અને ગુરુ મહારાજના સેવકોની ટીમની મદદથી જેપીએસ સેવા સમિતિ ગુરુ મહારાજ માટે સુસ્વાસ્થ્ય અને લાંબા જીવનની સામુહિક પ્રાર્થના માટે વિશ્વભરથી શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના બધા શિષ્યો અને શુભચિંતકોના વૈશ્વિક ઓનલાઈન સભાની વ્યવસ્થા કરી રહ્યા છે!

ચાલો આપણે બધા આ મહિના દરમિયાન આ શુભ એકદશીનો લાભ લઈએ અને આપણા સંબંધિત શહેરો / નગરો અને મંદિરો / પ્રચાર કેન્દ્રો / ઘરોમાં ભેગા થઈએ અને ઓનલાઈન વિડીયો સંમ્મેલન સાથે જોડાઈએ.

આ વિડિઓ ઓનલાઇન સંમ્મેલન મંચ “ઝૂમ” પર થશે.
કાર્યક્રમ ભારતીય માનક સમય અનુસાર સાંજે ૬:૩૦ વાગે થશે. આ પ્રાર્થના આગામી યકૃત અને કિડની પ્રત્યારોપણની સફળતા માટે સમર્પિત થશે જે કોઈ પણ સમયે થઇ શકે છે.

શ્રી શ્રીમદ્દ ભક્તિ પુરુષોત્તમ સ્વામી અને અન્ય વરિષ્ઠ ભક્તો બોલશે અને જપનું નેતૃત્વ કરશે. આપણે એક સાથે મળીને હરે કૃષ્ણ મહામંત્રની એક માળા જપ કરીશું અને ત્યારબાદ નૃસિંહ કવચ અને નૃસિંહ સ્ત્રોત અને નૃસિંહદેવ પ્રણામનું ગાયન થશે.

તારીખ: ૧૦મી જૂન ૨૦૧૮
સમય: ભારતીય માનક સમય અનુસાર સાંજે ૬:૩૦ વાગે
સમયગાળો: ૪૫ મિનિટ
દિવસ: પરમ એકાદશી (પુરુષોત્તમ માસ)

જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
https://zoom.us/j/4617491390

જો તમે પ્રથમ વખત ઝૂમનો ઉપયોગ કરી રહ્યાં છો
તો પછી તમારે ઝૂમ એપ્લિકેશન અથવા એડ-ઑન ડાઉનલોડ કરવાનું રહેશે.

પીસી અથવા મેક માટે, તમે સીધા બ્રાઉઝરથી જોડાઇ શકો છો (તે આપમેળે ઍડ-ઑન ઇન્સ્ટોલ કરવા માટે પ્રબોધન આપશે જ્યારે તમે ઉપરોક્ત લિંક પર ક્લિક કરો છો) અથવા તમે www.zoom.us પરથી ઝૂમ સૉફ્ટવેર ડાઉનલોડ કરી શકો છો.

ફોન માટે, તમારે ઝૂમ કલાઉડ મિટિંગ્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર પડશે.

પવિત્ર પુરુષોત્તમ અધિક માસ દરમિયાન કોઈ પણ પ્રાર્થના પ્રવૃત્તિ આપણને ૨૭+ વર્ષ માટે દૈનિક પ્રાર્થના કરવાનો લાભ આપશે. એક સમયે ૫૦૦ સહભાગીઓની મર્યાદાને લીધે, ઝૂમ વિડિઓ સંમેલન કોલ પર  મપ્રથમ આવો પ્રથમ પસંદગી પ્રાપ્ત કરો રહેશે, બાકીના ફેસબુક લાઇવ લિંક મારફતે જોડાઇ શકે છે.

અમે એ ખાતરી કરવા માટે કે દરેક વ્યક્તિ આ સેવામાં પ્રવેશ કરી શકે છે વૈશ્વિક વિડિઓ કોન્ફરન્સિંગ ટેસ્ટ કોલમાં ૫મી જૂનના રોજ ભારતીય માનક સમય અનુસાર સાંજે ૬:૩૦ વાગે જોડાવવા જુદા જુદા શહેરો અને દેશોના ભક્તોને વિનંતી કરીએ છીએ .

કૃપા કરીને નીચેની લિંક પર ક્લિક કરો:
https://zoom.us/j/4617491390

તમને બધાને મળવાનીની આશા સહ!

હરે કૃષ્ણ!

જેપીએસ સેવા સમિતિ
જેએસએસએસ વર્લ્ડવાઈડ