પ્રિય ગુરુ-પરિવાર અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજના શુભચિંતકો,

કૃપા કરીને મારા વિનમ્ર પ્રણામ સ્વીકાર કરો. શ્રીલ પ્રભુપાદ ની જય.

ચેન્નઇ માં વિવિધ પરીક્ષણોમાંથી પસાર થયા બાદ, વધુ સારવાર માટે તેમની તૈયારીની તપાસ માટે, તેમની સ્વાસ્થ્ય સ્થિતિ નાજુક હોવા છતાં, ગુરુ મહારાજ ગૌર પૂર્ણિમા પર શ્રીધામ માયાપુર ની મુલાકાત લેવા માંગતા હતા. કોલકાતામાં ઉડાન ભર્યા પછી ગુરુ મહારાજ ૨૭ મી ફેબ્રુઆરીના રોજ શ્રીધામ માયાપુર પહોંચ્યા અને માયાપુરમાં તેમનો પ્રવાસ થકાવટ પૂર્ણ હતો. માયાપુરના અધિકારીએ તેમના સ્વાસ્થ્યના રક્ષણ માટે ખૂબ કાર્યક્ષમ વ્યવસ્થા કરી હતી અને સ્થાનિક અને મુલાકાતી ભક્તોએ આપેલી વ્યવસ્થા સાથે સહકાર આપ્યો હતો.

૨૮ મી ફેબ્રુઆરી ના રોજ, ગુરુ મહારાજે શ્રી શ્રી રાધામાધવ, પંચતત્વ અને ભગવાન નરસિમ્હદેવ ના દર્શન કર્યા હતા. ગુરુ પૂર્ણિમાના દિવસે તેમણે ભગવાન ચૈતન્ય મહાપ્રભુની લીલાઓ વિશે ટૂંકું પ્રવચન આપ્યું હતું અને પ્રવચનના અંતે તેમણે કહ્યું કે, “મારી તબિયત બહુ સારી નથી પણ હું તમારો સંગ ઇચ્છુ છું.” બધા ભક્તો ગુરુ મહારાજનો ભગવાન ચૈતન્ય, માયાપુર અને ભક્તો પ્રત્યેનો મજબૂત પ્રેમ જોઈ શક્યા. તેમણે થોડાક નવા ભક્તોને પણ દીક્ષા આપી અને શ્રીલ પ્રભુપાદ ના સમાધિ મંદિરની મુલાકાત લીધી.

ગુરુ મહારાજે વધુ સારવારની તૈયારી માટે ચેન્નઇ પાછા ફરવાનું નક્કી કર્યું અને ગૌર પૂર્ણિમાના દિવસે કોલકત્તા જવા નીકળ્યા અને બપોરે ચેન્નઈ માટે ઉડાન ભરી. હવે તેઓ પાછા તેમની સારવાર માટે ચેન્નઇમાં હોસ્પિટલ નજીકના એક ઘર માં છે.

તેઓ થોડા અઠવાડિયા માટે ચેન્નાઈમાં રહે તેવી સંભાવના છે.

ગુરુ મહારાજ સાથે વધુ પરામર્શ કર્યા પછી આવતી કાલે વીપી પર એક અલગ સંદેશ મોકલવામાં આવશે.

ગુરુ મહારાજે તેમના બધા શિષ્યોને વિનંતી કરી છે કે તેમનું સ્વાસ્થ્ય વધુ મુશ્કેલ ના બને તેના માટે તેઓ તેમની રોજ ની ઓછામાં ઓછી ૧૬ માળા જપ અને ૪ નિયમનકારી સિદ્ધાંતો નું પાલન કરે. આમાં તુલસી દેવી ની ૮ પરિક્રમા (૪ તેમના લાભ અને રક્ષણ માટે સમર્પિત) જોડવામાં આવી છે. અમે આપણા ગુરુ-પરિવારને તેમની પ્રાર્થનાઓ ચાલુ રાખવા નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ કે જેથી કૃષ્ણ આપણા ગુરુ મહારાજના સ્વાસ્થ્યનું રક્ષણ કરે.

આપનો સેવક,
મહાવરાહ દાસ
(સ્વાસ્થ્ય સમૂહ અને જે.પી.એસ. સેવા સમિતિ વતી )