“એવું નથી કે કેટલી ભવ્યતાથી મનુષ્ય જીવે છે, પરંતુ કેટલી ભવ્યતાથી મનુષ્ય મૃત્યુ પ્રાપ્ત કરે છે. જો તે રડતા રડતા મૃત્યુ પામે છે, જો તે છોડીને અન્યત્ર જાય છે અને મૃત્યુ પામે છે, તો તે ભવ્ય નથી. અને પછી, કોઈ હરે કૃષ્ણ મંત્રનો જપ કરતા કરતા મૃત્યુ પામે છે, કૃષ્ણ ભક્તિના માધ્યમથી તેના શરીરને છોડે છે, શાંતિપૂર્ણ, તો તે ભવ્યતા છે, આ મનુષ્ય જીવન છે. લોકો સમજતા નથી, તેમને લાગે છે કે એક વ્યક્તિની મહાનતા એમાં છે કે તેઓ કેવું જીવે છે? અમે કહીએ છીએ કે એક વ્યક્તિની મહાનતા ફક્ત તેમાં નથી, કે તે કેવી રીતે જીવી રહ્યો છે, તે કેવી રીતે મરી રહ્યો છે. આ જ અંતિમ પરીક્ષા છે. એ બતાવશે કે, તે વાસ્તવમાં કેવી રીતે રહેતો હતો. આ કૃષ્ણભાવનામૃત આંદોલન લોકોને પરિપૂર્ણ જીવન અને એક પરિપૂર્ણ મૃત્યુમાં ઢાળવા માટે છે, જેનો અર્થ છે શાશ્વત જીવન.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૫ નવેમ્બર ૧૯૮૦
બેંગ્લોર, કર્ણાટક, ભારત