ભીષ્મ પંચક ઉપવાસના આ દિવસોનું પાલન કરીને મનુષ્ય બધા ચાર ચાતુર્માસ ઉપવાસના લાભ પ્રાપ્ત કરે છે જો મનુષ્યનું આનું પાલન કરવામાં અસમર્થ રહ્યા હોય તો.

ભીષ્મ પંચક ઉપવાસ:

ઉપવાસ એકાદશીના દિવસે શરૂ થાય છે જે ૧૯ મી નવેમ્બરે (સોમવાર) છે અને ૨૩ નવેમ્બર રાસ પૂર્ણિમાના દિવસ (ચાતુર્માસનો અંતિમ દિવસ, દામોદર મહિનોનો અંતિમ દિવસ) સુધી ચાલુ રહેશે. રાસ પૂર્ણિમાના દિવસે સુર્યાસ્ત (અથવા ચન્દ્રોદય) ના સમયે ઉપવાસ પૂર્ણ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ભલામણ કરવામાં આવે છે કે એકાદશી પર પૂર્ણ ઉપવાસ કરવો અને તેના પછીના દિવસોમાં ફળ અને કંદમૂળ ઉપવાસ. અથવા મનુષ્ય બધા દિવસ ફળ અને કંદમૂળ સાથે ઉપવાસ કરી શકે છે.

ઉપવાસના સ્તરો:

ભક્તગણ જે પણ સ્તરનો ઉપવાસ સુવિધાજનક હોય તેને પસંદ કરી શકે છે. આ તેમની સામાન્ય ભક્તિ સેવાઓમાં અને દૈનિક સાધનામાં અવરોધક ના હોવું જોઈએ.

સ્તર ૧:
મનુષ્ય ગાયના દરેક ઉત્પાદન (પંચ-ગવ્ય) દરેક દિવસે ઉપભોગ કરી શકે છે.
પહેલા દિવસે: ગોબર (ગોમય)
બીજા દિવસે: ગોમૂત્ર (ગો-મૂત્ર)
ત્રીજા દિવસે: ગાયનું દૂધ (ક્ષીર)
ચોથા દિવસે: ગાયનું દહીં (દધિ)
પાંચમાં દિવસે: ગાયના બધા ઉત્પાદનોનું મિશ્રણ (પંચ-ગવ્ય)

સ્તર ૨:
જો મનુષ્ય સ્તર ૧ નું પાલન ના કરી શકે, તો તેઓ ફળ અને જડ લઈ શકે છે. જામફળ, દાડમ, પપૈયા, કાકડી વગેરે જેવા અનેક બીજ વાળા ફળથી બચવું જોઈએ. બાફેલા બટાકા, કાચા કેળા અને બાફેલા અથવા સેકેલા મીઠાં બટાકા લઈ શકાય છે. આપણે સ્વાદ માટે સમુદ્રના મીઠાનો ઉપયોગ કરી શકીએ છીએ. કાજુ, કિસમિસ, ખજૂર લઇ શકાય છે. આ સ્તરના ઉપવાસમાં આપણે દૂધ અને દૂધની પેદાશો ના લેવી જોઈએ. નાળિયેર પાણી અને છીણેલું નારિયેળ લઈ શકાય છે.

સ્તર 3: જો મનુષ્ય સ્તર ૨ નું પાલન ના કરી શકે, તો તે “હવિષ્ય” લઈ શકે છે.

સંદર્ભ: પદ્મ પુરાણ, બ્રહ્મ-ખંડ, અધ્યાય ૨૩; સ્કંદ પુરાણ, વિષ્ણુ ખંડ, કાર્તિક માહાત્મ્ય વિભાગ, અધ્યાય ૩૨; ગરુડ પુરાણ, પૂર્વ ખંડ, અધ્યાય ૧૨૩.

શ્રી હરિ-ભક્તિ-વિલાસમાં ઉલ્લેખ કરવામાં આવેલી સામગ્રી (૧૩.૧૦-૧૩):
ભીષ્મ પંચક દરમિયાન નિમ્નલિખિત સામગ્રી લઈ શકાય છે. સામાન્ય રીતે હવિષ્યને ભાત અને મગની દાળમાંથી બનાવવામાં આવે છે. તે લોકો માટે જે એકાદશી થી એકાદશી સુધી ચાતુર્માસનું પાલન કરે છે, તકનીકી રીતે તેમો કાર્તિક માસ એકાદશીના દિવસે પૂર્ણ થઈ જાય છે, તેથી તેઓ તેમના હવિષ્યમાં મગની દાળ લઈ શકે છે. તેમ છતાં, મોટાભાગના ભક્ત પૂર્ણિમાથી પૂર્ણિમા સુધી ચાતુર્માસનું પાલન કરે છે, તો ભીષ્મ પંચક માટે હવિષ્યમાં મગની દાળની પરવાનગી આપવામાં આવશે નહિં. તેલની પરવાનગી નથી.

ઉકાળ્યા વગરના – કાચા અથવા ચમકદાર, પહેલાથી રાંધ્યા વગરના ભાત.
* ગાયનું ઘી
* સૈધવ નમક
* પાકેલા કેળા
* કાળુ શાક
* ઘઉં
* જવ

આ સામગ્રી પણ લેવાની પરવાનગી છે:
* ફળ (સ્કંદ પુરાણ, નાગર ખંડ કહે છે કે તે માત્ર નાના બીજ અથવા કેટલાક બીજ વાળા હોવા જોઈએ)
* કેરી
* ફણસ
* લાબલી ફળ
* કિયા વગરના મૂળ (એક પ્રકારનું ઘાસ અથવા કંદમૂળ)
* પીપલી
* હરિતકીલ
* નાગરંગા
* ઇક્ષુ દ્રવ્ય અથવા શેરડીનું વ્યુત્પન્ન (ગુડ અથવા મોલાસીસ થી અન્ય)
* ગાયનું સંપૂર્ણ દૂધ મલાઈ સાથે

નિમ્નલિખિત સામગ્રી સામાન્ય રીતે હવિષ્યનો ભાગ છે, પરંતુ કાર્તિક મહિનામાં તમારે આનાથી અવશ્ય બચવું જોઈએ:
* મગની દાળ
* તલનું તેલ
* બીટ-શાક
* શષ્ટિકા-શાક
* મૂળા
* જીરૂ
* આંબલી

મનુષ્યએ દરરોજ ગંગામાં અથવા પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને નિમ્નલિખિત મંત્ર બોલીને ભીષ્મદેવ માટે ૩ વખત તર્પણ કરવું જોઈએ:

તર્પન મંત્ર:
(જ્યારે જનોઈ પાછળની બાજુએ લગાડવામાં આવે છે (જો લાગુ હોય તો) અને બંને હાથમાં પાણી લેવામાં આવે છે ત્યારે આને તર્પણ કહેવામાં આવે છે. મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવે છે અને તેના પછી બંને હાથને જમણી બાજુ નીચે નમાવીને અર્પણ કરવામાં આવે છે જેથી પાણી જમણા અંગુઠા પર વહેતુ રહે. આ પૂર્વજોને નૈવેદ્ય અર્પણ કરવાની એક રીત છે. તમે તેને ભીષ્મ માટે ભીષ્મ પંચક પર કરો છો.)

ૐ વૈયાધ્રપદ્યગોત્રાય
સાંકૃતિપ્રવરાય ચ
અપુત્રાય દદામયેતત
સલીલં ભીષ્મવર્મણે

અર્ધ્ય:
વસુનામવતારાય
શાન્તનોરાત્મજાયયા ચ
અર્ધ્ય દદામી ભીષ્માય
આજન્મ બ્રહ્મચારીણે

પ્રણામ:
ૐ ભીષ્મ: શાન્તનવો બિર:
સત્યવાદી જીતેન્દ્રિય:
અભિરાદ્વિરવાપ્રતુ
પુત્રાપૌત્રોચિતમ ક્રિયામ

જો તમારી આસપાસ કોઈ પવિત્ર નદી ના હોય તો:
જે “ગંગા, ગંગા, ગંગા” ઉચ્ચારણ કરે છે, તો પવિત્ર નદીમાં સ્નાન કરવાનો લાભ પ્રાપ્ત કરે છે કે જેને કોઈ પણ સ્થળેથી કરવામાં આવી શકે છે. ભક્તો કોઈપણ નદી, તળાવ અથવા સમુદ્રમાં સ્નાન કરી શકે છે.

ભગવાનને અર્પણ:
ભક્ત અર્ચા વિગ્રહને નિમ્નલિખિત ફૂલ અર્પણ કરી શકે છે:

પહેલા દિવસે, મનુષ્યએ ભગવાનના ચરણોમાં કમળનું ફૂલ (પદ્મ) અર્પણ કરવું જોઈએ.
બીજા દિવસે, મનુષ્યએ ભગવાનની ઝાંઘા પર બિલ્વ પત્ર અર્પણ કરવું જોઈએ.
ત્રીજા દિવસે, મનુષ્યએ ભગવાનની નાભિ પર ગંધ (અત્તર) અર્પણ કરવું જોઈએ.
ચોથા દિવસે, મનુષ્યએ ભગવાનના ખભા પર જાવા ફૂલ અર્પણ કરવા જોઈએ.
પાંચમાં દિવસે, મનુષ્યએ ભગવાનના મસ્તક (શીરો-દેશ) પર માલતી ફૂલ અર્પણ કરવું જોઈએ.

જ્યારે તિથિનો ક્ષય હોય, તો ક્ષય તિથિના ફૂલને તે જ દિવસે અર્પણ કરી શકાય છે.

** જો તમારી પાસે ફૂલ નથી, તો નિર્દિષ્ટ ફૂલને ભગવાનની નિર્દિષ્ટ જગ્યા પર માનસિક રીતે અર્પણ કરો.

સંદર્ભ: ગરુડ પુરાણ
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી