૧૮૯૦માં ભક્તિવિનોદ ઠાકુરે કહ્યું હતું કે સમય, સ્થળ અને સંજોગો અનુસાર વૃદ્ધ મહિલાઓએ યુવાન સ્ત્રીઓને પ્રચાર કરવો જોઇએ. પરંતુ સમય, સ્થળ અને સંજોગો અનુસાર, પુખ્ત સ્ત્રીઓ, તેઓ પુરુષોને પણ ઉપદેશ આપી શકે છે. તેથી ૧૮૯૦, ૧૯૦૦માં, તમે કલ્પના કરી શકો છો કે વૈદિક સમાજ કેટલો ચુસ્ત હતો પરંતુ એ સમયે તેઓ પહેલેથી જ તે જોઈ શકતા હતા કે ભવિષ્યમાં જો જરૂરી હોય તો સ્ત્રીઓએ પણ પુરુષોને ઉપદેશ આપવો જોઈએ.

તેથી પ્રભુપાદે તે બધા દ્રષ્ટિકોણોને જીવનમાં લાવ્યા હતા. વાસ્તવમાં, ફક્ત શ્રીલ પ્રભુપાદના આદેશોના પાલન દૂવારા, અગાઉના બધા આચાર્યના આદેશોનું આપમેળે પાલન થઈ જશે. તે પૂર્ણતા છે. ફક્ત પોતાના આધ્યાત્મિક ગુરુનું અનુસરણ કરવા દ્વારા, પહેલાંના બધા આચાર્યની બધી ઇચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુપાદ જે કંઈ કરે છે તે ફક્ત તેમના અગાઉના આચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુના સંતોષ માટે કરે છે. તે બહુજ અદ્ભુત છે.

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
ગુરુવાર, સપ્ટેમ્બર ૧૩, ૧૯૭૯