મારા પ્રિય ભક્તગણ,
આપણે પુરુષોત્તમ માસનું પાલન કરવા માંગીએ છીએ અને મહિનો પડવા થી શરૂ થાય છે. કેટલાક સ્થળોએ પડવો ૧૬મી એ છે. ગૌડિય મઠ અમાવાસ્યા એ સંકલ્પ કરે છે તો એ બરાબર લાગે છે. ભક્તિવિનોદ ઠાકુરે પુરુષોત્તમ માસના સમાપ્તિનું વર્ણન કર્યું છે; સામાન્ય રીતે તે કૃષ્ણપક્ષની ચતુર્દશીએ સમાપ્ત થાય છે.
આપનો સદૈવ શુભચિંતક,
જયપતાકા સ્વામી
૧૪ મે, ૨૦૧૮