કૃષ્ણ પ્રત્યેનો આપણો શુષુપ્ત પ્રેમ પુનઃજાગૃત કરવામાં આપણને સક્ષમ બનાવવા માટે આ જપ સૌથી આવશ્યક પાસું છે.

હંમેશા યાદ રાખો કે ભગવાન કૃષ્ણ વ્યક્તિગત રૂપે રીતે તેમના પવિત્ર નામના રૂપમાં હાજર છે અને તમારો જપ ભગવાન કૃષ્ણની ઉપસ્થિતિનું આહ્વાન કરી રહ્યો છે. તેથી સાવધાન રહેવાનો પ્રયત્ન કરો અને પવિત્ર નામ પર નિર્ભર રહો.

તમે પ્રાર્થના કરી શકો છો અને પવિત્ર નામની સમક્ષ તમારી ઇચ્છાઓને નમ્રતાપૂર્વક વ્યક્ત કરી શકો છો, જેવી રીતે તમે અર્ચાવિગ્રહોનેની સમક્ષ કરો છો અને પવિત્ર નામ તમારી આદ્યાત્મિક ઈચ્છાઓને પુરી કરી શકે છે.

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
શ્રીધામ માયાપુર
૨૪ નવેમ્બર ૧૯૯૯