“તમારે કૃષ્ણ ભાવનામૃતમાં આગળ વધવા માટે સારા સંગની જરૂર છે. ઉપદેશમૃતમાં, એવું કહેવામાં આવ્યું છે કે ભક્તિમય સેવા માટે અનુકૂળ અને પ્રતિકૂળ પ્રવૃત્તિઓ છે. અને અનુકૂળ પ્રવૃત્તિઓમાંની એક છે ભક્તો સાથે સંગ કરવો અને પ્રતિકૂળ પ્રવૃત્તિ છે અભક્તોનો સંગ કરવો. ભક્તોને છોડીને, તમે કોનો સંગ કરશો? માયા રાહ જોઇ રહી છે, ‘આવો! તમે અયોગ્ય છો!’ પણ તમારે જરૂર કહેવું જોઈએ કે ‘હું કેટલો પણ અયોગ્ય કેમ ન હોઉં, હું ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળનો આશ્રય લેવા માંગું છું!”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૨૨ માર્ચ ૨૦૧૯
શ્રીઘામ માયાપુર