ડૉક્ટરોએ મને ખૂબ કાળજી રાખવાનું કહ્યું છે, પહેલા છ મહિના પછી એક વર્ષ, હવે છ મહિના થઈ ગયા છે. ૧૫ ઓગસ્ટના રોજ એક વર્ષ થશે. મારા પછી, હોસ્પિટલમાં બે યકૃતના પ્રત્યારોપણ થયા. એક વ્યક્તિ સિંગાપુરની હતી અને બીજી કોલકાતાની. પરંતુ બન્ને જીવિત ન રહ્યા! જો કોઈને રોગ છે અને તે પીડિત હોય, તો હંમેશાં શંકા રહે છે કે તેઓ જીવિત રહેશે કે નહીં. કારણ કે મારી પાસે એક નવું યકૃત અને કિડની છે, તેથી અમારે તે સુનિશ્ચિત કરવું પડશે કે શરીર તેમનો અસ્વીકાર ન કરે. આ જ કારણ છે કે મને રોગપ્રતિકારક દવાઓ મળી રહી છે. તેથી જ્યારે હું બહાર જાઉં છું ત્યારે માસ્ક પહેરું છું. અને મારુ ધ્યાન રાખનારાઓ, તેઓ નજીક આવે છે અને વાત કરે છે, તેમને માસ્ક પહેરવું અને દૂર રહેવું પડે છે. મને તે સારું નથી લાગતું, હું બધા ભક્તોને ગળે લગાડવા માંગું છું! હું બધા વૈષ્ણવોના આશીર્વાદ પ્રાપ્ત કરવા ઇચ્છું છું, પણ હું આ નથી કરી શકતો. જો હું તેવું કરવાનો પ્રયત્ન કરું છું અને મને કંઈક સંક્રમણ થઈ જાય છે, તો પછી અલવિદા! ડૉક્ટરોએ મને કહ્યું છે કે મારે એકાંતમાં રહેવાની જરૂર છે. પરંતુ મેં કહ્યું, આ કેવી રીતે શક્ય છે, મારું કામ છે બધા લોકોની વચ્ચે રહેવું!
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજના વ્યાખ્યાનમાંથી અંશ
૨૮ એપ્રિલ ૨૦૧૯, કોલકાતા