જ્યારે કોઈ વ્યક્તિ કૃષ્ણભાવનામૃતમાં સ્થિર થાય છે, ત્યાર બાદ વ્યક્તિ રસ પ્રાપ્ત કરે છે. પછી કૃષ્ણ સાથે જોડાય છે અને પછી તેમના પ્રત્યે પરમાનંદનો વિકાસ થાય છે. જો કોઈ વ્યક્તિ પોતાની ભક્તિ સાધનાની અવગણના કરે છે તો પછી તે વ્યક્તિ આગળ પ્રગતિ કરતો નથી. નિષ્ઠાના સ્તરમાં કોઈને સ્વાદ ન પણ મળે, જો કે કેટલીકવાર એક ઝલક મળી શકે છે. તે સ્તરથી વ્યક્તિ રુચિ, આસક્તિ, ભાવ અને અંતતઃ પ્રેમ વિકસીત કરે છે. ભગવાનના પવિત્ર નામનો જપ કરવાથી, ગૌર નિતાઈ ની કૃપા પ્રાપ્ત કરવાથી, એક દિવસે કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવો આપણા માટે શક્ય છે. આપણે બહુ જ કૃતનિશ્ચય હોવું જોઈએ. આપણને કૃષ્ણ ભાવનામય થવાની તીવ્ર ઇચ્છા હોવી જોઈએ. રૂપ ગોસ્વામીએ જે છ વસ્તુઓનો ત્યાગ કરવાનું કહ્યું છે તેનો ત્યાગ કરો અને જે છ વસ્તુઓની તેમણે ભલામણ કરી છે તેનો સ્વીકાર કરો. જો કોઈ ચાર નિયામક સિદ્ધાંતોનું પાલન ન કરી શકે તો તેના માટે કોઈ સજા અથવા પ્રાયશ્ચિત નથી. સામાન્ય રીતે સ્વયંને કૃષ્ણભાવનામાં સ્થિર કરવી જોઈએ. હું કૃષ્ણભાવનામૃતમાં રહેલા તમામ સભ્યોને પૂર્ણરૂપે આગળ વધારવા માંગું છું.

આપનો સદૈવ શુભચિંતક,
જયપતાકા સ્વામી