ભગવાન નિત્યાનંદ કૃપાની પરાકાષ્ઠા છે. સૌથી વધુ કૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્યની કૃપા ભગવાન નિત્યાનંદ દ્વારા પ્રગટ થાય છે. તેઓ ઘરે ઘરે જઈને બધાને ભગવાન હરિના નામનો જપ કરવા માટે વિનંતી કરીને હંમેશાં એક ઉન્મત્ત પાગલ હાથીની જેમ સર્વત્ર ફરતા રહે છે. આમ, કોણ યોગ્ય છે અને કોણ નથી છે તેનો વિચાર કર્યા વિના કૃષ્ણના પ્રેમનું મહાન રહસ્ય, કૃષ્ણ પ્રેમ, તમામને આપવામાં આવે છે. હરિના નામ આપીને ભગવાન નિત્યાનંદ કલિના પ્રભાવને કાબુમાં રાખે છે. ફક્ત તેઓ જ એવા લોકોની એકમાત્ર આશા છે જેમની અન્ય કોઈ આશા નથી. ચાલો, આ સૌથી શુભ દિવસે, ભગવાન નિતાઈને આ વિનમ્ર પ્રાર્થના કરીએ – નિતાઈ મારા પર કૃપા કરો.
આપનો સદૈવ શુભચિંતક,
જયપતાકા સ્વામી
મારા પૃષ્ઠ પરના અપડેટ્સ જોવા માટે દરરોજ www.facebook.com/jayapatakaswami પર સ્વયં લોગ ઈન કરો. ફેસબુક તમને આપમેળે ત્યાં નહીં લઈ જઈ શકે.