કેટલાક લોકો કહે છે કે મને કોઈ પીડા નથી. મારું શરીર પીડાથી ભરાઈ ગયું છે. શ્રીલ પ્રભુપાદે કહ્યું છે કે ક્યારેક આધ્યાત્મિક ગુરુ સપના દ્વારા શિષ્યોની પ્રતિક્રિયાઓને લઈને પીડાય છે, ક્યારેક, અન્ય રીતે. મેં પ્રસંગો પર ભયંકર સપના જોયાં છે અને ક્યારેક, મને શારીરિક પીડા થાય છે. યાદ રાખો કેવી રીતે આપણે શરીર નથી. શરીર અને ઈન્દ્રીયો દ્વારા, આપણે ભૌતિક આનંદનો અનુભવ કરીએ છીએ. શરીર અને ઈન્દ્રીયો દ્વારા, આપણે ભૌતિક કષ્ટનો અનુભવ કરીએ છીએ. તરુણાવસ્થા બહુ મનોરંજક હોય છે. રોગ અને વૃદ્ધાવસ્થા બહુ જ કષ્ટદાયક હોય છે. હું શ્રીલ પ્રભુપાદ સાથે થયેલી લીલાઓ, આપણા ગૌરાંગ પ્રભુ અને તેમના પાર્ષદોની લીલાઓ અને પુર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની લીલાઓ યાદ કરું છું. આ એક પ્રભાવશાળી અનુભવ હોય છે. જે બધી પીડાઓને તુચ્છ બનાવે છે. આ પીડા શ્રીલ પ્રભુપાદ દ્વારા આપવામાં આવેલા તમામ નિર્દેશોને પરિપૂર્ણ કરવાનું મુશ્કેલ બનાવે છે.

જો શિષ્યો તેમના જપ અને નિયમનકારી સિદ્ધાંતોનું પાલન કરવામાં બેદરકાર છે, તો મારે ચોક્કસપણે વધુ સહન કરવું પડશે. તેથી હું એ બધા શિષ્યોનો આભાર માનું છું જેઓ સખ્તાઈથી પાલન કરી રહ્યા છે. ચોક્કસપણે, હું તેમનો આભારી છું. જો તમે મને વધુ ભક્તો બનાવવા માટે મદદ કરી શકો છો, તો હું ખૂબ કદરદાન રહીશ. આ તમને કૃષ્ણભાવનામૃતમાં વધુ ગંભીર બનવામાં મદદ કરશે, જેના માટે હું ખૂબ આભારી રહીશ. હું ઇચ્છું છું કે બધા જ ભક્તો આ જીવનના અંતમાં કૃષ્ણ પાસે પાછા જાય અને આ જીવન દરમિયાન આનંદનો અનુભવ કરે.

આપનો સદૈવ શુભચિંતક
જયપતાકા સ્વામી