કેટલાક શિષ્યોએ મને એમ કહેતાં લખ્યું છે કે તેઓએ પોતાનો રસ ગુમાવી દીધો છે અને તેથી, તેઓએ ૧૬ માળા જપ કરવાનું બંધ કરી દીધું છે. જ્યારે આપણે સૌ પ્રથમ વાર કૃષ્ણ ભાવનામૃતમાં આવીએ છીએ, ત્યારે આપણે સામાન્ય રીતે કોઈપણ ભક્તોનો અપરાધ કરતા નથી. ત્યારે આપણા જપ ખૂબ શુદ્ધ હોય છે અને આપણને સરળતાથી રસ પણ મળે છે. પણ સમયની સાથે, આપણે ભક્તોની ટીકા કરવાનું શરૂ કરીએ છીએ અથવા ભક્તો વિષે વિવેચનાત્મક રીતે વિચારીએ છીએ અથવા ભક્તોની ટીકા અથવા નિંદા સાંભળીએ છીએ. પરિણામે, આપણે રસ ગુમાવી બેસીએ છીએ. ક્યારેક આપણે આપણી સાધના ભક્તિની અવગણના કરીએ છીએ અને આમ, આપણે રસ ગુમાવીએ છીએ. આનો એકમાત્ર ઉપાય છે અમુક સમય માટે રસ વિના જપ કરવા અને પછી ધીમે ધીમે, રસ પાછો આવે છે. આપણી ઉપેક્ષાને લીધે જ આપણે રસ ગુમાવ્યો છે. આપણે આપણા સભાન પ્રયત્ન દ્વારા રસ મેળવી શકીએ છીએ. આપણે બહુ જ સાવધાન રહેવું જોઈએ કે પવિત્ર નામના દસ નામ અપરાધમાંથી કોઈપણ અપરાધ ન થાય. આ આપણા રસને અવરોધે છે. આપણે માયા સાથે યુદ્ધમાં છીએ અને આપણે પવિત્ર નામ અને શ્રી ગુરુ અને ગૌરંગનો આશ્રય લેવાની જરૂર છે. જો તમારી માળા ઓછી થતી હોય, તો તમારા કેટલી માળા ઓછી થાય છે તેના ઉપર નજર રાખવી બહુ જ જરુરી છે; પછી તમારે એને વધારવા માટે જરુર પ્રયાસ કરવો જોઈએ. આને અજમાવી જુઓ અને જુઓ કે શું તમારો રસ પાછો આવે છે.

આપનો સદૈવ શુભચિંતક,
જયપતાકા સ્વામી