“કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ ઇચ્છતા હતા કે લોકોને, જીવાત્માઓને જાગૃત કરવામાં આવે, તેમને તે સ્તર પર, કૃષ્ણભાવનામૃતના સ્તર પર લાવવામાં આવે કે જેને કૃષ્ણએ વ્યક્તિગત રૂપે ત્યારે પ્રદાન કર્યો હતો જ્યારે તેઓ હાજર હતા, જ્યારે ભગવાન આ પૃથ્વી પર ચાલી રહ્યા હતા. સર્વોચ્ચ વ્યક્તિ વૃક્ષો પર દૃષ્ટિપાત કરી રહ્યા હતા, ઘાસ પર ચાલી રહ્યા હતા, જે પણ ભગવાનના સંપર્કમાં આવ્યા, તરત જ પરમાનંદિત થઈ ગયા, ભલે તે કોઈ પણ શરીરમાં હતા, તે પાદપ શરીર અથવા પશુ શરીર, અથવા આદિવાસી શરીર, અથવા તો તે સૌથી સભ્ય માનવ શરીર હતું, તેઓ ઉચ્ચતમ સ્તર સુધી વિકસિત થઈ ગયા.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૫ એપ્રિલ ૧૯૮૬
એટલાન્ટા, જ્યોર્જિયા