આપની સેવાની જય. વાસ્તવમાં આદરેક વ્યક્તિનો પ્રશ્ન છે, વાસ્તવમાં કઈ સેવા તેમના મનને સમાવેશ કરશે. કેટલાક લોકોને બ્રાહ્મણવાદી પ્રવૃત્તિઓ ગમશે, તો કેટલાંક લોકો પોતાના ક્ષત્રિયભાવમાં ભક્તોનું રક્ષણ કરશે. યુકેમાં તેઓ હરિનામ પાર્ટી નીકાળી રહ્યા હતા અને ફૂટબોલના ગુંડાઓ બહાર નીકળીને લડાઇની શોધમાં હતા. ત્યાર પછી તમને ગુંડાઓનું જૂથ અને હરીનામ કરી રહેલા સરળ ભક્તોનું એક જૂથ મળે છે. અને ક્યારેક તેઓ હરિનામ ભક્તોને મુક્કા મારવાનું અને પિટવાનું શરૂ કરી દેતા. તો ક્ષત્રિયભાવમાં કેટલાક લોકો ભક્તોની રક્ષા કરતા હતા. તેમણે પ્રત્યક્ષ રીતે ગુંડાઓનો સામનો કર્યો. દરેક પરિસ્થિતિ માટે, ભક્તો વિવિધ સેવાઓ કરે છે. કેટલાક ખેતીમાં ખૂબ જ નિષ્ણાત હોઈ શકે છે, કેટલાક પુસ્તક પ્રકાશનમાં ખૂબ જ નિષ્ણાત હોઈ શકે છે, તો એવું નથી કે કઈ સેવા, એ સેવા કરવાની છે જેના માટે તમે સૌથી વધારે યોગ્ય છો. માયાપુરમાં, અમારી કેટલીક વૈષ્ણવીઓ વેદીનો અદ્ભુત શ્રૃંગાર કરે છે. કેટલાક પૂજામાં ખૂબ જ નિષ્ણાત છે. તો એવું નથી કે તમે તમારી સેવા બદલવી પડશે, તમારી સેવા એકાગ્રતા, ભક્તિની સાથે કરવાની છે.

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૭ ઓગસ્ટ ૨૦૧૮
ચેન્નઈ, ભારત