પ્રિય જયપતાકા મહારાજ,

કૃપા કરીને અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો.
શ્રીલ પ્રભુપાદની જય!

અમે એ જાણીને રાહત અનુભવીએ છીએ કે યોગ્ય અંગ દાતા મળી ગયા છે અને પ્રાર્થના કરી રહ્યા છીએ કે આ શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થાય. તેમાં કોઈ શંકા નથી કે આપ શ્રી શ્રી રાધા-માધવ, પ્રહલાદ-નૃસિંહદેવ, પંચતત્વ, અને આપણા પ્રિય શ્રીલ પ્રભુપાદની સંપૂર્ણ સુરક્ષા અને સંભાળ હેઠળ છો. તેમ છતાં, આજના સર્વોત્તમ સંભવ પરિણામ માટે અને ઘણા વર્ષો માટે શ્રીલ પ્રભુપાદની સેવામાં આપનો સંગ પ્રાપ્ત થાય એટલા માટે અમે, સમગ્ર વિશ્વના ભક્તો સાથે, અમારા હ્યદયથી પ્રાર્થના કરી રહ્યા છીએ.

હરે કૃષ્ણ,

આપનો સેવક

મધુ સેવિત દાસ
ભક્તિવૈભવ સ્વામી
રામ સ્વામી,
જીબીસી કાર્યકારી સમિતિ