શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી દ્વારા ઉત્તર:

“વાસ્તવમાં કેટલાક સ્થળોએ, વેદોમાં, એવું કહેવાય છે કે જો તમે કૃષ્ણના ૧,૦૦,૦૦૦ નામોનો જપ કરો છો, તો તે તમને આધ્યાત્મિક જગતમાં પાછા લાવવા માટે પર્યાપ્ત છે. તેથી સંખ્યા ૧,૦૦,૦૦૦ છે જે ૬૪ માળા હોવી જોઈએ. પરંતુ પછી પ્રભુપાદ, જ્યારે તે પશ્ચિમમાં આવ્યા હતા, ત્યારે તેમને લાગ્યું કે લોકો સક્રિય છે અને ઘણી બધી જરૂરિયાતો છે, તેમણે કહ્યું હતું કે જો આપણે ભક્તિયોગનો, સેવાનો, નિયમિત અભ્યાસ કરીએ છીએ તો વધુ કે ઓછું આપણે હંમેશા યોગ વાતાવરણમાં રહીએ છીએ, તો પછી ૧૬ માળા પર્યાપ્ત હોવી જોઈએ. તો પછી તે આપણને આધ્યાત્મિક જગતમાં, આ જીવનમાં ભગવદ્ધામ પાછા જવા માટેની આપણને ખાતરી આપે છે.

સ્વભાવથી આપણે બધા આધ્યાત્મિક છીએ અને આપણે અહીં ભૌતિક જગતમાં ઘણા બધા જન્મ લઈ રહ્યા છીએ. વારંવારના જન્મ અને મૃત્યુના ચક્રને સમાપ્ત કરવા માટે, થોડુંક આધ્યાત્મિક ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેથી તેઓ કહે છે કે જો તમે ૧૬ કરો છો અને ખૂબ જ સારી જીવનશૈલીને અનુસરો છો તો પછી તમે આ એક જીવનમાં જ પાછું મેળવી શકો છો. તેઓ વચન આપશે. પરંતુ સામૂહિક વિકાસ અને સામૂદાયિક વિકાસ ના પ્રધાન તરીકે, હું એવા લોકોને જોઉં છું કે જેઓ મંદિરોમાં નથી રહેતા, અમારા બધા અનુયાયીઓમાંથી ૯૯% ઘરેથી અભ્યાસ કરી રહ્યા છે. તેથી ઘણા લોકો દેખીતી રીતે, તેઓ ૧૬ માળા જપ કરવા સક્ષમ નથી, કેટલાક ૮ માળા અથવા ૪ માળા જપ કરે છે. ઓછામાં ઓછું કંઈક જપ કરો જે ન્યુનત્તમ છે, કારણ કે તે તમારી આધ્યાત્મિક પ્રગતિમાં સ્થિરતા લાવે છે. આ તમને મન નિયંત્રિત કરવામાં અને કંઈક કરવાનો નિર્ણય કરવામાં અને વાસ્તવમાં તે કરવામાં પણ મદદ કરે છે. તમારે જાણવું જોઈએ કે તમે નિયમિત વસ્તુ તરીકે શું કરી શકો છો, ૧ માળા અથવા ૨ માળા અથવા ૪. એવી ખાતરી આપી શકાતી નથી કે તમે ભગવદ્દધામ પાછા જઈ શકો છો પરંતુ કદાચ કોઈ વ્યક્તિ ભગવદ્દધામ પાછો જઈ શકે છે. પરંતુ તેઓએ ક્યાંકથી શરૂ કરવું પડશે અને જ્યારે તેઓ વધારે માળા જપ કરે છે ત્યાર પછી સ્વાદ પ્રાપ્ત કરે છે. તેનો વધુ અનુભવ થાય છે. પ્રથમ ૪ માળાથી તમને શાંતિ લાગે છે, આગામી ૪-૮ તમે કેટલીક શક્તિ મેળવવાનું શરૂ કરો છો અને પછી ૮મી થી ૧૬મા તમે વાસ્તવમાં મુખમાં અને હ્રદયમાં આધ્યાત્મિક સ્વાદ મેળવો છો અને તમે જીવંત મંત્ર જપ સાથે ઊંડો આધ્યાત્મિક આદાનપ્રદાન વિકસાવવાનું શરૂ કરો છો, મંત્રો જીવિત હોય છે, તેઓ આધ્યાત્મિક હોય છે, તેઓ જીવંત અને ગતિશીલ હોય છે.

એક વાર મારી સાથે આવું થયું. જ્યાં હું એક નવો અભ્યાસુ હતો; હું એક રેસ્ટોરન્ટમાં બહાર કામ કરતો હતો. જોકે મારા માતાપિતા અને દાદાદાદી ખૂબ શ્રીમંત હતા કટોકટીના કારણે હું રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. જે વ્યક્તિ ત્યાં રસોઈયો હતો તે અચાનક બેભાન થઈ ગયો. તેથી દરેક લોકો ભાગી રહ્યા હતા પરંતુ કોઈ જાણતું નહોતું કે તેને કેવી રીતે પુનર્જીવિત કરવો. તે સમયે હું પહેલેથી જ જપ અને ભક્તિયોગનો અભ્યાસ કરી રહ્યો હતો. હું નહોતો જાણતો કે શું કરવું પરંતુ હું ત્યાં ગયો અને તેના કાનમાં માત્ર હરે કૃષ્ણનો જપ કર્યો અને પછી અચાનક તેણે ધ્રુજવાની શરૂઆત કરી અને તેણે આંખો ખોલી અને બેઠો થયો. તેણે આજુબાજુ જોયું અને તેણે મને પૂછ્યું, “તમે શું કહ્યું? મેં મારું શરીર છોડ્યું અને મોન્ટ્રીયલથી બેલ્જિયમ પહોંચ્યો. અચાનક આ સૂક્ષ્મ શરીર મારા ભૌતિક શરીરની બહાર હતું અને જ્યારે તમે આ હરે કૃષ્ણ કહ્યું, પ્રથમ મને ખૂબ દૂર લાગ્યું. પછી તે જોરથી અને જોરથી થવા લાગ્યું તે વિરુદ્ધ પ્રતિધ્વનિ હતી. તે સ્થિર ન હતી, તે ગતિશીલ હતી, તેણે મારા સંપૂર્ણ શરીરને ભરી દીધું. તે મને મારા સૂક્ષ્મ શરીરમાંથી ભૌતિક શરીરમાં પાછો લાવ્યો અને પછી હું ચેતનામાં પાછો આવ્યો.’ આ મારા માટે પણ રસપ્રદ હતું, એ જાણવા માટે કે કેવી રીતે આ મંત્ર ગતિશીલ છે અને તે કેવી રીતે આપણી ચેતનામાં વધારો કરે છે અને તે કેવી રીતે આપણી જુદી જુદી લાગણીઓ અને વિચારોને શુદ્ધ કરે છે

તેથી તમારા લઘુત્તમ જપ કરવાનો પ્રયાસ કરો અને તે સશક્ત કરશે. ૧૬ માળામાં એક વર્ષમાં ૧૦ મિલિયન જેટલા નામ થશે. પ્રભુપાદના ગુરુએ તેમના અનુયાયીઓને પણ કહ્યું હતું કે જેઓ મંદિરમાં ભિક્ષુક તરીકે રહી રહ્યા છે તેમને ૬૪ માળા કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ જેઓ બહાર જાય છે અને પ્રચાર કરે છે અને વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, તેમણે જણાવ્યું હતું કે ૧૬ પૂરતી હશે. તેથી પ્રભુપાદે તેને ૧૬ રાખી છે. ૬૪ સીમાની ખૂબ બહાર છે. માત્ર કેટલીક ન્યુનત્તમ સંખ્યા નક્કી કરો.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
એટલાન્ટા, યુએસએ
સપ્ટેમ્બર ૨૦૦૭