“જો તમને કંઇક બીમારી હોય તો તમે તબીબની પાસે જાઓ છો. તબીબ તમને સારવાર, દવા આપે છે, અને તમે તેનું પાલન કરો છો. જો તમને સારું લાગે છે તો તમે જાણો છો કે તે સફળ છે. તેથી, અમારી પાસે તેમના જેવાજ અમારા આધ્યાત્મિક તબીબો પણ છે, તેઓ ગુરુ, આચાર્ય તરીકે ઓળખાય છે, અને તેમને તેમના સહાયકો છે, તેથી તેઓ સલાહ આપશે. તેના પછી એક વ્યક્તિ, જો ખરેખર તેનામાં તે વિનમ્રતા છે કે “હું સંપૂર્ણ જ્ઞાનમાં નથી. હું મારા આધ્યાત્મિક સ્વભાવ વિશે અજ્ઞાનતામાં છું, તેથી મને આ આધ્યાત્મિક રીતે ઉન્નત લોકોના આદેશોનું પાલન કરવા દો … “, તમે તેને અજમાવી શકો છો, અને જો તમે જુઓ છો કે તમારી કંઈક પ્રગતિ થઈ રહી છે, તમે આધ્યાત્મિક રીતે સ્વસ્થ થઈ રહ્યા છો, તેથી તમારે ચાલુ રાખવું જોઈએ અને આખરે, તમે આત્મસમર્પણ કરી શકો છો, તેનો અર્થ એ છે કે તમે તે વાતથી સહમત છો કે “મારા બાકીના જીવન માટે, હું ગુરુની… આધ્યાત્મિક ગુરુની… આધ્યાત્મિક સલાહ અને નિર્દેશોનું પાલન કરવાનું ચાલુ રાખીશ.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૫ જૂન ૧૯૮૩
એટલાન્ટા, જ્યોર્જિયા