“ભગવાન ચૈતન્યના અમીર ભક્તો હતા, ગરીબ ભક્તો હતા અને તેમણે દર્શાવ્યું કે ગરીબ ભક્તને મુક્ત થવા માટે, તેમના દ્વારા પૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અમીર બનવાની જરૂર ન હતી. માત્ર તેને તેમની ભક્તિમય સેવાને મજબૂત રાખવી પડતી હતી. તેવી જ રીતે, જે લોકો ધનિક ભક્ત હતા, તેમને તેમની મિલકત છોડવા માટે ના કહ્યું, પણ કૃષ્ણભાવનામૃતના વિસ્તાર માટે તેનો ઉપયોગ કરવાનું કહ્યું. પરંતુ તેઓ તેમના જીવન સ્તરને જાળવી રાખશે. પરંતુ ચૈતન્ય મહાપ્રભુ હંમેશાં તેમની ચેતનાને જોઈ રહ્યા હતા. તેમની ચેતના સંપૂર્ણ રીતે તેમના ચરણકમળોથી જોડાયેલી છે કે નહીં? તેથી આપણે આપણા મનને માત્ર નિતાઈ ગૌરના ચરણકમળોને મજબૂતાઈથી પકડી રાખવા માટે પ્રશિક્ષિત કરવું જોઈએ.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૪ ઓક્ટોબર ૧૯૮૧
ગ્વાડલાહારા, મેક્સિકો