“ભક્તિમય જીવનમાં અનર્થ-નિવૃત્તિ નામનો એક તબક્કો હોય છે. આ તબક્કા દરમિયાન, એવું જોવા મળે છે કે આપણે કેટલીક વાર ‘ઘટ્ટ’ અથવા ઉત્સાહભેર સેવા કરીએ છીએ, અને અન્ય સમયે આપણે ‘કૃશ’ અથવા નિરુત્સાહીત રીતે સેવા કરીએ છીએ. આ રીતે, આપણી ભક્તિમય સેવા ઘટ્ટ અને કૃશ હોવા વચ્ચે વધઘટ થાય છે.”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૧૭ સપ્ટેમ્બર ૧૯૭૯
લૉસ એન્જેલિસ, અમેરિકા