જો તમે ભગવાનનો અનાદર કરો છો, તો પ્રકૃતિ અથવા સૃષ્ટિ તમને ઘણી બધી રીતે તકલીફ આપશે. અને જેટલા જલદી તમે વિનમ્ર બનો છો, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, કૃષ્ણને શરણાગત થાઓ છો, ત્યારે વધુ કોઈ પ્રાકૃતિક ઉપદ્રવ નહીં થાય. મેં ૧૯૦૦, ૧૮૯૮ માં સાંભળ્યું છે – મારો જન્મ ૧૮૯૬ માં થયો હતો – તેથી મેં સાંભળ્યું છે, મેં જોયું પણ છે, મને યાદ છે, કલકત્તામાં, ૧૮૯૮માં ખૂબ જ જીવલેણ પ્રકારનો પ્લેગનો રોગચાળો ફેલાયો હતો. તેથી કલકત્તા વિનાશકારી બન્યું. બધા લોકો વ્યવહારીક રીતે કલકત્તા છોડીને જતા રહ્યા હતા. દરરોજ હજારો અને હજારોની સંખ્યામાં લોકો મરી રહ્યા હતા. હું એક વર્ષનો કે દોઢ વર્ષનો હતો. જે બની રહ્યું હતું તે મેં જોયું છે, પરંતુ તે પ્લેગનો રોગચાળો હતો. તેની મને ખબર ન હતી. મેં, પછીથી, મારા માતાપિતા પાસેથી સાંભળ્યું. તો એક બાબાજી, તેમણે સંકીર્તન, હરે કૃષ્ણ સંકીર્તનનું આયોજન કર્યું. ત્યારે બીજો કોઈ રસ્તો ન હતો, તેથી તેમણે આખા કલકત્તામાં સંકીર્તનનું આયોજન કર્યું. અને સંકીર્તનમાં, બધા લોકો, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, દરેક લોકો જોડાયા. અને તેઓ આવી રહ્યા હતા, તેઓ રસ્તા થી રસ્તા, શેરી થી શેરી, દરેક ઘરમાં પ્રવેશ કરી રહ્યા હતા. જેથી મહાત્મા ગાંધી રોડ, ૧૫૧, તમે જોયો છે. અમે સંકીર્તન ટુકડીનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું. ત્યાં પ્રકાશ હતો, અને હું ખૂબ નાનો હતો, હું પણ નાચી રહ્યો હતો, હું યાદ કરી શકું છું. જેમ આપણા નાના બાળકો પણ ક્યારેક નૃત્ય કરે છે. મને યાદ છે. જે લોકો જોડાયા હતા હું તે લોકોના ઘૂંટણ સુધી જ જોઈ શક્યો હતો. તેથી પ્લેગ શમી ગયો. આ એક તથ્ય છે. દરેક વ્યક્તિ કે જે કલકત્તાનો ઇતિહાસ જાણે છે, પ્લેગ સંકીર્તન આંદોલન દ્વારા સમાપ્ત થઈ ગયો હતો.

જો કે, અમે ભલામણ કરતા નથી કે સંકીર્તનનો ઉપયોગ અમુક ભૌતિક હેતુ માટે થવો જોઈએ, તે નામ-અપરાધ, નામ-અપરાધ છે. શમ સ ભક્તિ ક્રિયા (?) પ્રમાણ. સંકીર્તન, તમે કેટલાક ભૌતિક હેતુ માટે સકીર્તનનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તેની અનુમતિ નથી.

શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીમદ-ભાગવતમ્ ૧.૧૦.૫ પર પ્રવચનના કેટલાક અંશ
૨૦ જૂન, ૧૯૭૩
માયાપુર