“આપણે વિચારવું જોઈએ કે કેવી રીતે બધી પ્રશંસા ખરેખર કૃષ્ણ માટે જ છે, આપણા ગુરુ માટે છે અને આપણે કોઈ પણ પ્રશંસાને આપણી પ્રશંસા તરીકે સ્વીકાર કરવી જોઈએ નહીં. આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણે કોઈક પણ રીતે ગૌરવાન્વિત થયા છીએ. આ પ્રતિષ્ઠા આશા કે સમ્માન માટેની ઇચ્છા છે, જો કોઈ આપણી પ્રશંસા કરે છે તો આપણે તેને આપણા રૂપમાં ન લેવી જોઈએ. જો આપણે પ્રશંસાને લાયક કંઈ કર્યું પણ છે તો ખરેખર રાધા માધવ, નિતાઈ ગૌર, ગુરુદેવે આ પ્રગટ કર્યું છે. આપણે પોતાની જાતને નમ્ર, ઘાસના તણખલા કરતાં પણ વધુ નમ્ર, વૃક્ષથી પણ વધારે સહિષ્ણુ, અન્ય પ્રત્યે આદર દર્શાવવા માટે તૈયાર રાખવી જોઈએ અને પોતાના માટે કોઈ સમ્માન ન સ્વીકારવું જોઈએ. ”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૪ ઓગસ્ટ ૨૦૧૮
ચેન્નઈ, ભારત