શુક્રવાર, ૧૨ ઓક્ટોબર, ૨૦૧૮
યકૃત અને કિડની પ્રત્યારોપણ પછી ૫૮ મા દિવસની સમાપ્તિ
૧૭:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૬૭

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

ભગવાન કૃષ્ણની કૃપાથી, ગુરુ મહારાજનું સ્થિર રહેવાનું ચાલુ છે. તેઓ સતર્ક છે, વધુ વાતચીત કરી રહ્યા છે અને તેમના આરોગ્ય પરિમાણો, પોષણ અને તેમની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ અને આરામ માટે વસ્તુઓ કેવી રીતે સુધારી શકાય તેના વિશે હંમેશની જેમ પ્રશ્નો પૂછી રહ્યા છે.

તેઓ ફિઝિયોથેરાપીસ્ટ સાથે અને સ્પાયરોમીટર પર નિયમિત રીતે કસરત કરી રહ્યા છે. તેમની ભૂખ હવે સારી છે.

આજે ગુરુ મહારાજ તેમની અનુવર્તી મુલાકાત માટે હોસ્પિટલ ગયા છે.

જેમ કે કાર્તિક માસ ઝડપથી નજીક આવી રહ્યો છે, ચાલો આપણે ૧૦૦ વખત વધુ લાભ મેળવવા માટે આપણી પ્રાર્થનાઓ વધારીએ, કે જેને ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે અર્પણ કરી શકાય છે. કૃપા કરીને ભગવાન દામોદરને ઘીનો દીવો અર્પણ કરવા માટે શક્ય તેટલા વધુ લોકોને પ્રોત્સાહિત કરો. કૃપા કરીને ગુરુ મહારાજની ખુશી માટે આવા કાર્યક્રમોની વિગતો ચિત્રો, ઑડિયો અને વિડિયો સાથે www.jayapatakaswami.com પર પ્રકાશિત કરો, કારણ કે આ તેમને ઝડપથી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં અને શ્રીલ પ્રભુપાદ પ્રત્યે તેમના વચનો જલ્દી પૂર્ણ કરવામાં ખુબ જ મદદ કરશે.

કૃપા કરીને અહીં સાથે જોડેલ એક વિડિયો જુઓ, કે જેમાં ગુરુ મહારાજ ભગવાન દામોદરને ઘીનો દીવો અર્પણ કરવાની મહિમા વિશે કહે છે અને જેમાં ભગવાન દામોદરની ખુશી માટે ૧,૦૦૦,૦૦૦ (૧ મિલિયન) ઘીના દીવાના પ્રકાશન વિશેની વિગતો છે. ચાલો આપણે એક સાથે એકઠા થઈએ અને આ લક્ષ્યને પ્રાપ્ત કરીએ.

ખુશ ખબર: ભગવાન કૃષ્ણએ આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે

આવતીકાલે (શનિવાર ૧૩ ઑક્ટોબર), પ્રત્યારોપણ પછી પ્રથમ વખત, ગુરુ મહારાજ ભારતીય માનક સમય મુજબ રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ કલાકની વચ્ચે કોઈ પણ સમયે તેમનું પ્રથમ સાર્વજનિક વ્યાખ્યાન આપશે. તેથી, અમે તમને બધાને ભારતીય માનક સમય મુજબ રાત્રે ૮ કલાકે સત્તાવાર ફેસબુક પેજ www.facebook.com/Jayapatakaswami પર ઑનલાઇન રહેવા વિનંતી કરીએ છીએ.

કૃપા કરીને નોંધ લેશો કે આગામી અદ્યતન ૧૪.૧૦.૨૦૧૮ ના રોજ હશે.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ