ગુરુવાર, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૨:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૫૬

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

ગુરુ મહારાજ તેમના શ્વાસ લેવા અને શારીરિક વ્યાયામ ચાલુ રાખવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને ઉષ્મીય સેવનમાં પણ વધારો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે આહારશાસ્ત્રીએ નવી ઉચ્ચ પ્રોટીન પૂરક રજૂ કરી છે. ગુરુ મહારાજના હીમોગ્લોબિનમાં વધારો થઈ રહ્યો છે અને અન્ય પરિમાણો હજુ પણ ઉપર અને નીચે થાય છે જેમ કે અમે કિડની સંપૂર્ણ રીતે કાર્યરત થાય તેની રાહ જોઈએ છીએ. ગુરુ મહારાજની ગઈકાલની રાત્રી કઠિન પરંતુ બહુ ઓછા વેન્ટિલેટર સહાયતા સાથે સફળ રહી. કૃષ્ણની કૃપાથી તેઓ તેમના કાર્બન ડાયોક્સાઇડના સ્તરનું સંચાલન કરી શકવામાં સક્ષમ રહ્યા હતા.

સ્વયં ગુરુ મહારાજ અને તબીબોના સમૂહ માટે, આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે ગુરુ મહારાજ ડિસેન્યુલેટ માટે જવાના છે (એ પ્રક્રિયા કે જેમાં ટ્રેકોસ્ટોમી નળી દૂર કરવામાં આવે છે). તેનો અર્થ ગુરુ મહારાજ માટે વધુ ગતિશીલતા હશે, તેઓ વધુ સારી રીતે ભોજન કરી શકશે અને તેમના અવાજમાં સુધારો થશે.

ચાલો આપણે બધા તીવ્રતાથી પ્રાર્થના કરીએ કે આવતીકાલે આ સફળતાપૂર્વક થાય અને અમારે આ નળીને રાખવાની જરૂર ના પડે. આવતી કાલ માટે વિશ્વવ્યાપી પ્રાર્થનાની વિનંતી કરવામાં આવી રહી છે. કૃપા કરીને ગુરુ મહારાજને ખુશ કરવા માટે એક સાથે જોડાઓ, તીવ્રતાથી પ્રાર્થના કરો અને કૃપા કરીને www.jayapatakaswami.com પર વિગતોને પોસ્ટ કરો.

ચાલો આપણે ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને, ભારપૂર્વક પૂર્વક પ્રાર્થના કરીએ કે જેથી શ્રીલ પ્રભુપાદના સપના અને સૂચનાઓને પરિપૂર્ણ કરવાની તેમની ઇચ્છાઓ જલ્દી પૂર્ણ થાય.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ