રવિવાર, ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૨:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૫૨

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી, ગુરુ મહારાજ આજે આખો દિવસ સ્થિર અને સતર્ક રહ્યા છે. તેઓ ભાષણ વાલ્વની મદદથી બોલી રહ્યા છે. ગઈકાલે ગુરુ મહારાજ પૂછી રહ્યા હતા કે, “આપણે કેવી રીતે હૉસ્પિટલના બિલ ચૂકવી રહ્યા છીએ? શું આપણી પાસે પૂરતા પૈસા છે?” તેમણે દરરોજ શ્રીમદ્ ભાગવતમમાંથી ઓછામાં ઓછો એક અધ્યાય વાંચવા કહ્યું. આ આપણા બધા માટે એક આદેશ તરીકે લઈ શકાય છે.

ભોજન માટેની ગુરુ મહારાજની નાકની નળી કાઢી નાખવામાં આવી છે અને તબીબોની ટીમ મૌખિક ભોજન દ્વારા આવશ્યક પોષણ અને કેલરી પ્રાપ્ત કરવા માટે તેમના આહારને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે આશા રાખીએ છીએ કે ગુરુ મહારાજને ફરીથી નળી સાથે જોડવાની જરૂર ન પડે અને મૌખિક ખોરાક જાળવવા માટે સક્ષમ થઈ શકે.

ગુરુ મહારાજને રાત્રે શ્વાસ માટે વેન્ટિલેટરની સહાયતા આપવામાં આવે છે અને તેઓ દિવસ દરમિયાન ટ્રેકલ માસ્ક પર રહે છે. હવે મુખ્ય મુદ્દાઓમાં એક છે ધીમે ધીમે વેન્ટિલેટરની સહાયતાને ઘટાડવાનો અને તેને જલ્દી બંધ કરી દેવાનો. આ પડકારને દૂર કરવાના માર્ગો પર તબીબોની સલાહ લેવામાં આવી રહી છે.

ગુરુ મહારાજને શારીરિક ઉપચાર શરૂ કરવાની જરૂર છે કારણ કે તેઓ ખૂબ જ કમજોર છે. જોકે, આ ક્ષણે, તેમને કાર્યપ્રવૃત્ત કરવા મુશ્કેલ છે, તેમ છતાં આ કાર્ડ પર છે અને તબીબો જલ્દીથી એવું કરવામાં સક્ષમ થવાનું લક્ષ્ય રાખે છે. ચાલો પ્રાર્થના કરીએ કે ગ્રાઉન્ડ ટીમ આ મુદ્દાઓને જોઈ લેવામાં સફળ થાય.

શ્રીલ પ્રભુપાદે આપણા ગુરુ મહારાજને ઘણા બધા ઉપદેશ આપ્યા છે, કે જેને ગુરુ મહારાજ તેમના હૃદયમાં વહન કરે છે અને તેને પૂર્ણ કરવા ઈચ્છે છે. તેમની ઇચ્છાને પૂરી કરવા માટે ગુરુ મહારાજે જલ્દી પુનઃસ્વાસ્થ્ પ્રાપ્ત કરવું પડશે. પ્રત્યારોપણ થયા પછી આ ૩૯મો દિવસ છે. તમારી પ્રાર્થનાઓએ ચોક્કસપણે ગુરુ મહારાજ, તેમના સેવકો, તબીબો અને ગ્રાઉન્ડ ટીમની મદદ કરી છે. તેથી, કૃપા કરીને વધુ સામુહિક કાર્યક્રમોનું આયોજન કરીને પ્રાર્થનાને તીવ્ર કરો અને ચાલુ રાખો. કૃપા કરીને www.jayapatakaswami.com પર આ કાર્યક્રમોની વિગતો પોસ્ટ કરો. આ ગુરુ મહારાજને ખુશ કરશે અને કૃષ્ણની કૃપાથી તેમને ઝડપથી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ કરવામાં મદદ કરશે.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ