ગુરુવાર, ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૨:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૪૯

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

જેમ કે કાલે જણાવવામાં આવ્યું હતું, ગુરુ મહારાજે એન્ડોસ્કોપી કરાવી હતી. આનથી રક્તસ્રાવ અલ્સર દેખાયો – કે જેનું હવે નિરાકરણ કરવામાં આવ્યું છે અને તબીબો રક્તસ્રાવ અટકાવવા માટે સક્ષમ હતા. આજે તબીબોને એન્ડોસ્કોપી પ્રક્રિયાને ફરીથી કરવી પડી હતી એ ચકાસવા માટે કે રક્તસ્ત્રાવ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે કે નહીં. ભગવાનની કૃપાથી રક્તસ્રાવ બંધ થઈ ગયો છે, તેથી ચાલો આપણે બધા પ્રાર્થના કરીએ કે આ પ્રક્રિયા ગુરુ મહારાજને સતત અને ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિમાં મદદ કરશે.

ગુરુ મહારાજે કાલે રાત્રે એન્ડોસ્કોપી પછી મૌખિક રીતે કોઈ ખોરાક ખાધો નથી અને તબીબોની સૂચના મુજબ તેમને કાલે સવાર સુધી ઉપવાસ ચાલુ રાખવાની જરૂર છે. ગુરુ મહારાજ કંઇક પીવા માંગે છે અને સેવકો ભીના કપડાથી તેમના મુખને ભીનું કરી રહ્યા છે. તેઓ લગભગ સંપૂર્ણ દિવસ વેન્ટિલેટર પર રહ્યા છે. તેમનો શ્વાસ હજુ પણ એક મોટો મુદ્દો છે. બાયોપ્સી રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી પરંતુ તે કોઈપણ સમયે અપેક્ષિત છે.

ઉપરના કારણોથી, આજ માટે સુનિશ્ચિત ડાયાલિસિસ કરવામાં આવી નથી અને તેને આવતી કાલ માટે પુન:નિર્ધારિત કરવામાં આવી છે.

આજે એકાદશી અને કાલે વામન દ્વાદશીના પ્રસંગે, ગુરુ મહારાજની પુન:સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે પ્રાર્થનાઓને વધુ તીવ્ર કરવા માટે કૃપા કરીને વધુ સામુહિક કાર્યક્રમોનું આયોજન કરો. કૃપા કરીને આ વિગતો www.jayapatakaswami.com પર પોસ્ટ કરો કારણ કે તે ખરેખર તેમને ખુશ કરશે.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ