શુભ દિવાળી!

ઇસ્કોન અને વૈષ્ણવ સંપ્રદાય આજે દિવાળી ઉજવે છે.

“તો તે સમયે સમગ્ર ભારત અંધકારમય હતું અને ભગવાન રામ સીતા, લક્ષ્મણ અને હનુમાનને શ્રીલંકાથી અયોધ્યા લઈને આવી રહ્યા હતા. તો ચંદ્રમાની અંધકારમય રાત્રિમાં તેઓ અયોધ્યાને કેવી રીતે શોધી શક્યા હશે. અંધકાર. તો અયોધ્યાના તમામ રહેવાસીઓ ભગવાનનું સ્વાગત કરવા માટે આતુર હતા. તેથી તેઓએ તેમના ઘરોને દીવા અને મીણબત્તીઓથી પ્રકાશિત કર્યા હતા. અયોધ્યા જ્યોતિર્મય કરવામાં આવ્યું હતું અને તેને બહુ દૂરથી જોઇ શકાતું હતું. આ રીતે સીતા, રામ, લક્ષ્મણ, હનુમાન સરળતાથી અયોધ્યા શોધી શક્યા હતા. આપણે પણ આ જ ભાવથી ભગવાનનું સ્વાગત કરીને દિવાળી મનાવીએ જેથી તેઓ આપણા હૃદયમાં પ્રવેશ કરે અને આપણે દરેક પગલે હંમેશાં તેમને યાદ કરીએ.

હું આશા રાખું છું કે તમારામાંના કેટલાક લોકો કૃષ્ણભાવનાને નવા ઘરોમાં લઈ જવામાં અને જેઓ પહેલેથીજ જપ કરી રહ્યા છે તેમને પ્રોત્સાહિત કરવા અને આપણે તેમની ચિંતા કરીએ છીએ એ બતાવવા માટે આ દિવાળીનો ઉપયોગ કરશે. હરે કૃષ્ણ! ”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી દ્વારા ૩ અને ૪ નવેમ્બર
૨૦૧૮ ના પ્રવચનના અંશમાંથી