પ્રિય ગુરુ-પરિવાર; શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો,

કૃપા કરી મારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો. શ્રીલ પ્રભુપાદની જય.

કાલે સાંજે ૭ વાગે ગુરુ મહારાજને આઇસીયુમાં દાખલ કર્યા બાદ, તેમને પોતાના પ્રયત્નથી શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી, તેથી તમામ ડોક્ટરોની સહમતીથી મધ્યરાત્રીએ તેમને નળી (વેન્ટિલેટર આધાર પર) લગાવવામાં આવી હતી.

તેનાથી તેમના માપદંડોને સ્થિર કરવામાં મદદ મળી અને તેઓ આખી રાત સારી રીતે ઉંધી ગયા. સવારે લગભગ ૯ વાગે તેઓએ વેન્ટિલેટર નીકળવાનું શરૂ કર્યું. તેથી ગુરુ મહારાજ હવે પોતાની જાતે શ્વાસ લઈ રહ્યા છે.

ભૂતકાળમાં ગુરુ મહારાજ માટે પોતાની જાતે શ્વાસ લેવો એ એક મોટો પડકાર હતો છતાં નળી નીકળ્યા પછી તેઓ પ્રમાણમાં સારું કરી રહ્યા છે. તેથી અમે ભક્તોને નિષ્ઠાપૂર્વક અને તીવ્રતાથી પ્રાર્થના કરવા માટે નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ.

બીજા મહત્વપૂર્ણ માપદંડો સ્થિર અને સંતોષજનક છે. તાવ ઘટી ગયો છે. તેઓ સભાન છે. અમે તપાસ અહેવાલ આવવાની રાહ જોઈ રહ્યા છીએ. તેઓ અત્યારે પણ આઇસીયું માં છે, જ્યાં તેમને આવતા ૨૪ કલાક માટે ઘનિષ્ટ દેખરેખમાં રાખવામાં આવશે.

હમણાં જ ગુરુ મહારાજે તેમના જપ કરવાનું શરૂ કર્યું છે.

ગુરુ મહારાજની સ્વાસ્થ્ય ટીમ અને જેપીએસ સેવા સમિતિ વતી,

મહા વરાહ દાસ