“આધ્યાત્મિક અભ્યાસ વિના, કૃષ્ણભાવનામૃત વિના, જીવન બહુ જ શુષ્ક છે, બહુ જ ખાલી છે. ઇન્દ્રિયો અને મનને ખુશ કરવાનો પ્રયાસ કરીને, મનુષ્ય જે સુખ પ્રાપ્ત કરે છે તે એક બહુ જ મર્યાદિત પ્રકારનું સુખ હોય છે. ભૌતિક જગતમાં સુખ ચોક્કસપણે છે પરંતુ તે સુખ અતિ સૂક્ષ્મ છે, બહુ જ મર્યાદિત છે. આપણને સંતોષ આપવા માટે તે પૂરતું નથી. આપણી ઇચ્છાઓ સમુદ્રની જેમ મોટી છે, પરંતુ મન અને ઇન્દ્રિયો નાની શીશી જેવા છે. તેથી તમે નાની શીશીમાં ઇચ્છાના સમુદ્રને ભરી શકતા નથી. આનું કારણ એ છે કે ઇન્દ્રિયો મર્યાદિત છે. મન ઇન્દ્રિયો કરતાં મોટું છે, પરંતુ આત્મા મન કરતાં પણ વધારે મોટો છે. તેથી જો આપણે આધ્યાત્મિક રીતે સંતુષ્ટ છીએ, તો મન અને ઇન્દ્રિયો આપમેળે સંતુષ્ટ થાય છે.”

શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૩૧ ઓક્ટોબર ૧૯૮૮
એટલાન્ટા, યુએસએ